શ્રી કચ્છ સાબરાઈ ગામના ગરાસીયા ઉઠાર પરિવારના હતા. તેમની પાસે ઘણી જમીનો હતી. એમની દીકરી અને લીલાવંતીબેન ઉર્ફે લાઈમાઈ બંને ખાસ બહેનપણીઓ હતી.
સમય જતાં લીલાવંતીબેનને પોતાને અલગ રહેવાના સંજોગો ઉભા થયા. એટલે એમના મનમાં મૂંઝવણ થઈ. ત્યારે એમણે બહેનપણીને મળીને પોતાની મૂંઝવણની વાત કરી “મને સંજોગોવસાત મારા પરિવારથી અલગ રહેવું પડશે આમાં તુ તારા પિતાજીને વાત કરીને મને મદદ કરી શકે છે”. એમની બહેનપણીએ પોતાના પિતાજીને લીલાવંતીબેનના સંજોગોની વાત કરી, અને એને મદદ કરવા માટે વિનંતી ભરી અરજી કરી ત્યારે બહેનપણીના પિતાજીએ કહ્યું કે સાબરાઈની નદીના સામીના કિનારે અજર ખેતર છે જેમાં સારી ખેતીનો લીલો પાક ઉભો છે એ માલતીની સાથે આ ખેતર લીલાવંતીબેનને આપી દેવા કહ્યું અને ત્યાં રહીને પોતાની આજીવિકા ઉભી કરે અને હવેથી આ ખેતર લીલાવંતીબેનનું.
આ ખેતર જે પછીથી હાલાપુર ગામના નામે ઓળખાયું.
લીલાવંતીબેન ઉર્ફે સતી લાઈમાં ભારિયા કચ્છા દેવપાંશ માથેથી હાલાપુર ગામ વસાવ્યું અને ગામમાં પહેલું તોરણ બાંધ્યું. આમ આશરે વિક્રમ સંવત ૧૧૯૦ માં હાલાપુર વસ્યું.
“જે તોરણ બંધાયું એ જગ્યા આજે પણ મોમાયામાં ના મંદિર તરફ જતાં પ્રથમ પહેલા બંને બાજુ મોટા ઓટલાની ડેલીમાં ગામનું પહેલું તોરણ બંધાયું, અને લીલાવંતી ઉર્ફે સતી લાઈમાં જ્યારે સતી થયા ત્યારે એમના હાથના થાપા આશીર્વાદ રૂપે શિલા ઉપર આવ્યા એ શિલા આજે પણ એ ઓટલાની ડેલીમાં મોજૂદ છે.”
માડુ પરિવાર હાલારથી આવ્યા હતા એટલે ગામનું નામ હાલાપુર પડ્યું.
સમય જતાં લીલાવંતીબેનના પરિવારના છોકરાઓ મોટા થતાં ગયા અને સારી રીતે સમય પસાર થતો ગયો પણ કોઈ કારણોસર ધીંગાણું થતાં લીલાવંતીબેનના પતિ ભારિયાનો સ્વર્ગવાસ થયો. પતિના સ્વર્ગવાસ નિમિત્તે ગામ જમણ રાખવામાં આવ્યું.
જેઠ સુદ-૧૧ (અગિયારસ) સંવત ૧૬૪૩ના આ જમણવારના સમયે લીલાવંતીબેનના સત્વના લીધે એમના અંગુઠામાં આપોઆપ અગ્નિ પ્રગટતાં પોતાના પાંચેય પુત્ર હતા તેધી પાંચ શિલાઓ ઉપર પોતાના બંને હાથ રાખી આશીર્વાદ રૂપે હાથના થાપા આપ્યા અને પોતે સતી થયા એટલે લીલાવંતીબેન માંથી આઈ સતી લાઈમાં કહેવાયા.
એમના કુળના માડુ પરિવારના લોકોએ સાબરાઈ ગામમાં એમના સસરા કચ્છા દાદાના પાળિયા પાસે સતી લાઈમાંનો પાળિયો બનાવ્યો. આજે પણ આઈ સતી લાઈમાં અને સુરા પુરા કચ્છા દાદાના પાળિયાનું મંદિર મોજૂદ છે. જેમાં બધો ઈતિહાસ ત્યાં માગધી ભાષામાં લખાયેલ છે.
આ દેવસ્થાનોમાં અનંત શક્તિઓ રહેલ છે. એને માનનારાઓને આજે પણ પરચાઓ અને સારી અનુભૂતિ થાય છે. હાલાપુર પધારનાર ગામવાસીઓ આવતા તથા ગામથી પ્રસ્થાન કરતા સતી લાઈમાંના દર્શન કરતા જાય તો અવશ્ય આશીર્વાદ મળે તેમ છે.