Instruction in ENGLISH
🌹વસ્તી પત્રક ફોર્મ ભરવા માટે કેટલીક સુચનાઓ.... ' સુજ્ઞ શ્રી હાલાપુર
ગામવાસીઓ
આપણા ગામની વસ્તી ની ગણત્રી ડીજીટલ ફોર્મ ભરી ને કરવાની છે. ફોર્મ ભરતા પહેલા
નીચે મુજબ ની સુચનાઓ ધ્યાનથી એકાદ - બે વખત વાંચીને ચોકસાઇ પુર્વક ફોર્મ
ભરવાનું છે.
(1) ફોર્મ ગામનાં ફકત જૈન પરિવારો ને ભરવાનું છે. ફોર્મ English માં ભરવાનું
છે. આ ફોર્મ તમે મોબાઈલથી પણ ભરી શકશો પણ કમ્પ્યુટર કે લેપટોપથી ભરવામાં વધારે
સુગમતા રહેશે.
(2) જ્યાં લાલ ફુદડીનો* ટપકો છે ત્યાં વિગત કમ્પલસરી ભરવાની છે તો જ તમારો
ફોર્મ સબમીટ થશે.
ફુદડી* સિવાયના ખાનામાં હાલમાં તમારી પાસે માહિતી ઉપલબ્ધ ન હોય તો પછીથી પણ
ભરી શકશો.
(3) ફેમિલી (ચુલા) દીઠ ફોર્મ ભરવા નું છે. ઘર માં સાથે રહેતા બધા ફેમિલી
મેમ્બર ની વિગત એક જ ફોર્મ માં ભરવાની રહેશે.
(4) સંયુક્ત પરિવારમાંથી કોઈ અલગ થાય અલગ ચુલો માંડે તો તેને અલગથી ફોર્મ
ભરવાનો રહેશે.
(5) ફોર્મ ભરતા પહેલાં કુટુંબના સર્વે સભ્યોના બ્લડ ગ્રુપ, મોબાઈલ નંબર, જન્મ
તારીખ તથા પરણિત હોય તો લગ્ન તારીખ વગેરે કાગળ ઉપર નોંધી ને ફોર્મ ભરવા બેસવું
જે થકી ફોર્મ ભરવામાં સરળતા રહેશે.
(6) ફોર્મ એક વાર ભરવાનું ચાલુ કર્યા પછી કોઈ પણ કારણ સર અઘુરૂં ફોર્મ રાખવું
પડ્યું તો એ અઘુરા ફોર્મ ને એકવાર ઈઝીલી યાદ રહે તેવો તમારો પોતાનો મનગમતો
પાસવર્ડ આપી ફોર્મ સબમિટ કરશો તો તમને હાલાપુર ફેમિલી કોડ HF..... ફેમિલી કોડ
મલશે, જે તમારો પરમેનન્ટ ફેમિલી કોડ રહેશે. જેથી ફરીથી તમને તમારૂં અઘુરૂ
ફોર્મ ભરવું હોય તો તમારાં ફેમેલી કોડ અને પાસવર્ડ થી ફોર્મ ઓપન કરી અઘુરૂ
ફોર્મ ફરીથી ભરી શકો છો. એવી રીતે ભવિષ્યમાં પણ તમને કોઈ પણ વિગત માં સુધારો
કે નામ એડ કરવું હોય તો તમારા ફેમેલી કોડ નંબર અને તમારા પાસવર્ડ થી ફોર્મ
અપડેટ કરી શકો છો. - - જુનો ફોર્મ અધુરો છોડીને નવો ફોર્મ ભરવો નહીં.
(7) ફોર્મ ત્રણ વિભાગમાં છે. A... B... C...
(A) Family common Detail (પરિવારની કોમન માહિતી)
Main person name and detail of past family & Comon detail of all
family....
કુટુંબ ના સભ્યો માંથી જે જવાબદાર વ્યક્તિ હોય તેમનું નામ અને તેમનાં વડિલોના
નામ, રેશનકાર્ડ,ઘરનું એડ્રેસ, ફોન નંબર, કુળદેવી નું નામ અને સ્થાન વગેરે
કોમન માહિતી.
ફેમિલીના વ્યક્તિગત ફોર્મ ભરવાનું B થી શરૂ થાય છે. - - - 👇- - -
(B) All Family members Detail..
પાર્ટ A ના મુખ્ય વ્યક્તિ (self) તેમજ સાથે રહેતા બઘા સભ્યો ના નામ અને
વ્યક્તિગત સંપૂર્ણ વિગત સાથે ફોર્મ ભરવાનું છે. (સંબંધમાં મુખ્ય વ્યક્તિ
સાથેનો સંબંધ લખવો.) ( B-1..થી. B-7) સુધી ફોર્મ ભરાશે વધુ નામ ફોર્મમાં ભરવા
હશે તો આ ફોર્મ સબમિટ કરી ને edit members માં જઈને વધારાના સભ્યોનો ફોર્મ ભરી
શકાશે.
(C) married niyani
પરણિત નિયાણી બહેનો ની વિગત ભરવાની છે. એમાં દીકરી, બહેન, ફોઈ,પૌત્રી,ના નામ
ભરી શકો છો.
હવે સંપૂર્ણ ફોર્મ ભર્યા પછી સબમિટ કરવાનું, સબમિટ કરતાં પહેલાં તમને ઈઝીલી
યાદ રહે એવો પાસવર્ડ નાખી ફોર્મ સબમિટ કરતાં ફેમિલી નું કોડ નંબર મલશે. તે
સાચવી રાખવું.
(8) ફોટા :
ફોર્મ ભર્યા પછી તમારા કુટુંબના સભ્યોના પાસપોર્ટ સાઇઝ ના ક્લિયર ફોટા તમારો
ફેમિલી કોડ તથા નામ સાથે વસ્તી પત્રક કમિટી ના સભ્યોને વોટ્સ એપ ઉપર અથવા
મહાજન ના ઈમેલ પર મોકલવા. કારણ કે વસ્તી પત્રક માં દરેક વ્યક્તિના નામ સાથે
ફોટો રાખવાની પણ વ્યવસ્થા છે. halapurjainmahajan@gmail.com
શ્રી હાલાપુર જૈન મહાજન વતી...
શ્રી હાલાપુર વસ્તી પત્રક કમિટી.
CONTINUE FOR ENTRY |